સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

ભાવનગરમાં નિવૃત્ત Dyspના પરિવારના 4 સભ્યોની સામૂહિક આત્મહત્યા: ચકચાર

રિટાયર્ડ DYSP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીસિંહ જાડેજાએ રિવોલ્વરથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી : પત્ની અને બે દીકરીઓ સહીત સામુહિક આત્મહત્યાથી ખળભળાટ

ભાવનગરઃ શહેરના વિજયરાજનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતાં સમગ્ર શહેર અને પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પોતાની પત્ની બીના બા અને બે દીકરીઓ યશસ્વી બા અને નંદિની બા સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.
મળતી વિગતો પ્રમાણે, રિટાયર્ડ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ રિવોલ્વર વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે

(7:38 pm IST)