મોરબીના ઘૂટું ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે શખ્શો ઝડપાયા
મોરબીના ઘૂટું ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે શખ્શોને પોલીસે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય બે શખ્શોને નામો ખુલ્યા છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામ નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૩૪૧૩ ને આંતરી તલાશી લેતા દેશી દારૂ ૧૦૦ લીટર મળી આવ્યો હોય જેથી પોલીસે દેશી દારૂ અને રીક્ષા સહીત કુલ રૂ ૬૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રીક્ષામાં સવાર આરોપી કિશોર લાભુભાઈ વાઘેલા રહે ત્રાજપર શેરી નં ૦૧ અને મુકેશ કરશનભાઈ વરાણીયા રહે ઇન્દિરાનગર મોરબી એમ બે ઇસમોને ઝડપી લીધા છે જયારે અન્ય આરોપી રમેશ રહે રાયધ્રા તા. હળવદ અને હકાભાઇ જીવણભાઈ અદગામ રહે ઘૂટું તા મોરબી એમ બે આરોપીના નામો ખુલતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.