સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th September 2021

વિંછીયાના છાસીયા પાસે છોટા હાથીમાંથી ૪.૩૦ લાખનો વિદેશી દારૂ કબ્જે

વિંછીયા પોલીસનો દરોડોઃ ચાલકની શોધખોળઃ રૂ. પ.૭૯ લાખની મતા કબ્જે

રાજકોટ તા. ૧૬ :.. વિંછીયાના છાસીયા ગામ પાસે વિંછીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી છોટાહાથીમાંથી રૂ. ૪.ર૯ લાખની દારૂની ૯૮૪ બોટલ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત મુજબ છાસીયા ગામ પાસે સીમમાં કેનાલ પાસે એક ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે વિંછીયા પોલીસ મથકના પીએસઆઇ આર. કે. ચાવડા તથા હેડ કોન્સ. ધનજીભાઇ વાસાણી અને નિલેષભાઇ, અમૃતભાઇ રાજાભાઇ તથા યુવરાજસિંહ સહિતે દરોડો પાડી જીજે-૩ બી.વી. ૪૬૬ર નંબરના છોટાહાથીમાંથી રૂ. ૪,ર૯,૯૦૦ ની કિંમતની અલગ અલગ બ્રાંડની દારૂની ૯૮૪ બોટલ કબ્જે કરી હતી. પોલીસે દારૂનો જથ્થો તથા  છોટાહાથી મળી રૂ. પ,૭૯,૯૦૦ ની મતા કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(3:17 pm IST)