સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th September 2021

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને મંત્રી મંડળમાં સ્થાન મળતાં તેમના ધ્રોલમાં નિવાસ સ્થાને પરિવારજનોએ એકમેકને મીઠા મોઢા કરાવ્યાઃ સમર્થકોએ ખુશી વ્યકત કરીઃ ઢોલ ઢબુકયા

જામનગર : જામનગર ૭૭ ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને મંત્રી મંડળમાં સ્થાન મળતાં તેમના ધ્રોલ ખાતેના નિવાસસ્થાને તેમના પત્ની કાંતાબેન, નાના પુત્ર મહેન્દ્રભાઇ, પુત્રવધુ મમતાબેન, પૌત્ર રિહાન, પૌત્રી વૃષ્ટિ સહિતના પરિવારજનોએ એકમેકને મીઠા મોઢા કરાવ્યા છે અને સમર્થકોએ પણ ખુશી વ્યકત કરી છે અને ઢોલ ઢબુકયા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર - કિંજલ કારસરીયા -જામનગર) 

(4:03 pm IST)