સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th September 2021

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રી મંડળમાં સ્થાન મળતા કેશોદ મત વિસ્તારમાં ખુશીનો માહોલ

ધારાસભ્યશ્રી માલમના નિવાસસ્થાને પેંડાથી મિઠા મોઢા કરાવી પરિવારે શુકન સાચવ્યાઃ ભાજપ કાર્યકરો આગેવાનોએ શહેરના ચાર ચોકમાં આતશબાજી કરી ખુશી વ્યકત કરી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૬:  કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રીમંડળમાં સ્થાન મળતાં સમગ્ર કેશોદ વિસ્તારમાં  ખુશીનો માહોલ જોવા મળેલ છે. 

ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમનો મંત્રીપદમાં સમાવેશ થયાના કેશોદમાં સમાચાર મળતાં  ધારાસભ્યશ્રી માલમના નિવાસસ્થાને પેંડાથી મિઠામોઢા કરાવી શુકન સાચવી ખુશીનો માહોલ જોવા મળેલ હતો.ભાજપ કાયૅકરો અને આગેવાનોએ શહેરના ચારચોકમાં ફટાકડાની આતશબાજી કરી તેમના મંત્રીપદને આવેકારેલ હતો. દેવાભાઈને મંત્રીપદ મલ્યાના સમાચાર મળતા તેમના સમથૅકો,શુભેચ્છકોએસોશ્યલ મિડીયા ધ્વારા શુભેચ્છા પાઠવી ખુશી વ્યકત કરી રહેલ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે જ્ઞાતીના સમીકરણોને ધ્યાને લઈને  દેવાભાઈને મંત્રીપદ મલ્યાનું  ભાજપના આંતરીક વર્તુળોમાંથી જાણવા મળેલ છે.

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમની ગુજરાત રાજ્ય સરકાર માં મંત્રી તરીકે પસંદગી સીધુ સાદગી ભયુૅ જીવન જીવતા અને લોક સેવાને જીન મંત્ર બનાવનાર મંત્રીશ્રીનીસામાજીક અને રાજકીય કારકિૅૈદી આ પ્રમાણેછે.

નામ - માલમ દેવાભાઇ પૂંજા ભાઈ

ગામ - થલ્લી

તાલુકો - માંગરોળ

જીલ્લો - જુનાગઢ

જન્મ તારીખ - ૧૨-૦૧-૧૯૫૯

જન્મ સ્થળ - થલ્લી

અભ્યાસ - ૪ ધોરણ

રાજકીય - જિલ્લા પંચાયત ના સદસ્ય તરીકે ત્રણ વખત ચુંટાયેલા છે.

જિલ્લા પંચાયત માં વિરોધ પક્ષ માં નેતા પણ રહી ચૂક્યા છે.

સિંચાઇ સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા છે.

સામાજિક - કોળી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે.

કેશોદનાં ધારાસભ્ય દેવાભાઈ માલમ વ્યવસાયિક ધોરણે બાંધકામ ક્ષેત્રે વ્યવસાય સાથે જોડાયેલા છે.

કેશોદ શહેરમાંથી ચોથા ધારાસભ્યનો ગુજરાત મંત્રી મંડળમાં સમાવેશ થયો છે.

(4:41 pm IST)