સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

બોટાદમાં સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીનાં કોઠારી વિવેકસાગરદાસજીના વ્‍યાસાસને શ્રી હનુમાનચાલીસા કથા

વાંકાનેર : બોટાદ શહેરમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર -સાળંગપુરધામના પ.પૂ. કોઠારીસ્‍વામી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી તેમજ શ્રીજી આનંદ ડેવલોપર્સવાળા શ્રી રણજીતભાઇ વાળા, હીરેનભાઇ પટેલ દ્વારા બોટાદના આંગણે સરકારી હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ સ્‍ટેશન રોડ ખાતે વિશાળ સમીયાળામાં ભવ્‍યાતાથી ભવ્‍ય શ્રી હનુમાન ચાલીસા કથાનો શુભ પ્રારંભ તા. ૧૩ ના શનિવારના રોજ ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે થયેલ હતો જે કથામાં વકતાપદે પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા) પોતાની મધુર વાણી સાથે શ્રી હનુમાન ચાલીસાની દિવ્‍ય કથાનું અનેરા સંગીતની શૈલી સાથે રસપાન કરાવી રહ્યા છે. સોમવારના કથામાં હજારો ભાવિક-ભકતજનોએ કથા શ્રવણનો લાભ લીધેલ હતો. કથા શ્રવણનો સમય રાત્રીના ૮-૩૦ થી ૧૧ વાગ્‍યા સુધીનો છે. પ.પૂ. શાષાીજી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામીએ જણાવેલ કે પરમ કૃપાળુ ભગવાન સ્‍વામીનારાયણ મને અને તમને પવિત્ર બનાવે, દાદાના જીવન ચરિત્ર માંથી મને અને તમને જીવન જીવવાનો માર્ગ બતાવે છે હનુમાનજી મહારાજ, વ્‍હાલા કષ્‍ટ ભંજન હનુમાનજીદાદા રણજીતભાઇ હીરેનભાઇ પટેલ દ્વારા આવુ સુંદર આયોજન થયેલ, મારી અને તમારી આંખ જોઇ જોઇને ઇર્ષા કરીને અશકિત બનાવે છે., અંતરમાં જોવું હોય તો આંખ બંધ કરવી જોઇએ જયારે તમારૂ મન ગભરાય ત્‍યારે સાળંગપુર ધામમાં દાદાના દરબારમાં પધારજો. ગઇકાલે કથામાં ચુડાના બાપુ સાહેબ પધાર્યા હતાં. આજે શ્રી હનુમાન ચાલીસા કથામાં શ્રી હનુમંત જન્‍મોત્‍સવ અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવાશે નાના-નાના બાળકો શ્રી હનુમાનજીનું રૂપ ધારણ કરીને જન્‍મોત્‍સવમાં આવશે. અને સાળંગપુરવાળા શ્રી કષ્‍ટભંજન દેવ હનુમાનજી પણ પધારશે. ગઇકાલે કથામાં અનેક જ્ઞાતિના અગ્રણીઓ, મહાનુભાવો, દાદાના ભકતજનો તેમજ હજારોની સંખ્‍યામાં ભકતો પધારેલા હતા કથાનું સંચાલન જગતસ્‍વામી કરે છે.

 

(10:07 am IST)