સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

૧૨ વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનારા તરણેતરના રવિ ખમાણીને મોરબીથી પકડી લેવાયો

થાનના પીએસઆઇ એન. પી. મારૂ અને હેડકોન્‍સ. ગોવિંદભાઇની બાતમી પરથી દબોચી લેવાયો

રાજકોટ તા. ૧૬: થાનગઢના તરણેતરમાં રહેતો રવિ ઉર્ફ રયો ભાલાભાઇ ખમાણી (કોળી) થોડા દિવસ પહેલા ૧૨ વર્ષની એક બાળાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ શખ્‍સ બાળા સાથે મોરબી તરફ હોવાની બાતમી થાનગઢના પીએસઆઇ એન. પી. મારૂ અને હેડકોન્‍સ. ગોવિંદભાઇ મકવાણાને મળતાં મહિલા કોન્‍સ. મિતલબેન સોલંકીને સાથે રાખી ટીમ મોરબી પહોંચી હતી અને ત્‍યાંથી યુવાન અને બાળાને શોધી લીધા હતાં. પહેલા તો શખ્‍સે પોતાની ઓળખ છુપાવી હતી. પરંતુ પોલીસે કુનેહપુર્વક પુછતાછ કરતાં તે બાળાને ૨૦/૧૦ના રોજ ભગાડી લાવ્‍યાની કબુલાત આપી હતી.
આ બનાવમાં જે તે વખતે થાનગઢ પોલીસે આઇપીસી ૩૬૩, ૩૬૬, પોક્‍સો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જીલ્લા પોલીસ અધિક્ષક સી. પી. મુંધવા-લીંબડી ડિવીઝનના માર્ગદર્શન અને પીઆઇ એ. એચ. ગોરીની રાહબરીમાં પીએસઆઇ એન. પી. મારૂ, જી. એન. શ્‍યારા, હેડકોન્‍સ. ગોવિંદભાઇ, કોન્‍સ. સુરેશભાઇ દુધરેજીયા, કેહાભાઇ મકવાણા, મનોજભાઇ ઝાલા અને મિતલબેને આ કામગીરી કરી હતી.

 

(11:06 am IST)