સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ''બાળ દિવસ'' નિમિત્તે સ્કૂટર રેલી યોજાઈ

જામનગર તા. ૧૬: નવેમ્બર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે બાળ દિવસની ઉજવણી નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓની થીમ સાથે સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી મુલચંદ ત્યાગીના હસ્તે આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રેલીમાં બાળકોના અધિકારો, સામાન્ય જનતાને મળતી મફત કાનૂની સહાય, પોષણ અભિયાન, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ રેલીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.ચંદ્રેશ ભાંભી, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના વિવિધ માળખાઓ જેવા કે સખીઁ વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા તાલીમ કેન્દ્ર, આઈ.સી.ડી.એસ., ૧૮૧ મહિલા હેલ્પલાઇન, પોલીસ વિભાગ, જામનગર બાર એસોસીએશનનાં વકીલો, કોર્ટના કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(11:30 am IST)