સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

વડિયામાં ૨૦ કિ.મી.માં કોઇ કોલેજની સુવિધાઓ ના હોય વિદ્યાર્થીઓ અપડાઉન કરવા મજબુર

કોલેજ ફાળવવામાં આવે તો અનેક ગામડાઓના વિદ્યાર્થીઓને મળી શકે છે લાભ

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા, તા.૧૬ :  અમરેલી જિલ્લાના છેવાડાના પછાત તાલુકા મથક વડિયામાં પાયાની સુવિધાઓ બાબતે અનેક વાર ચર્ચામાં જોવા મળે છે. રાજયના મોટાભાગના તાલુકા મથક પર ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ સરકાર દ્વારા આપવમાં આવે છે. વડિયામાં પણ ભૂતકાળમાં ગ્રાન્ટેડ કોલેજની સુવિધાઓ હતી જે કોઈ કારણો સર તે કોલેજની માન્યતા રદ કરવામાં આવતા છેલ્લા ૧૫ વર્ષથી વડિયા ઉચ્ચ શિક્ષણની સુવિધા થી વંચિત છે. હાલ વડિયા વિસ્તારના આસપાસના ગામડાના અને વડિયા ના ૩૦૦ જેટલાં વિદ્યાર્થીઓ HSC ધોરણ ૧૨નું શિક્ષણ વડિયામાં મેળવી કોલેજના શિક્ષણ માટે જેતપુર, ગોંડલ, દેરડી, અમરેલી, ભેસાણ જાય છે. સ્થાનિક તાલુકા મથક પર સુવિધાઓના હોવાથી આ વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે અનેકવાર સરકારી કોલેજ ફાળવવા માટેની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી. ત્યારે ફરી વડિયા તાલુકા કોંગ્રેસ માઇનોરિટી સેલના યુવા પ્રમુખ જુનેદ ડોડીયા દ્વવારા રાજયના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને વિપક્ષી નેતાને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.

(11:32 am IST)