સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ત્રિવિધ કાર્યક્રમ

વાંકાનેર : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે શાકોત્સવ - સ્નેહમિલન આધ્યાત્મિક પ્રવચન યોજવામાં આવ્યું હતું. વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર મિની હિલ સ્ટેશન પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, ભગવાન સ્વામિનારાયણનાં સમયથી શાકોત્સવની પરંપરા યથાવત્ છે, સાથે બીએપીએસ સંસ્થાનાં વિદ્વાન સંત શ્રીરંગ સ્વામીનું આધ્યાત્મિક પ્રવચન યોજાયું હતું, જેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જીવનમાં આર્થીક ઉપાર્જન પ્રવૃત્ત્િ।ઓ સાથે આધ્યાત્મિકતા પણ અનિવાર્ય છે, જીવનમાં વિનમ્રતા રાખવી, દાસ થાય છે એ પાસ થાય છે અને બોસ થવા જાય છે એ મોટે ભાગે લોસ થાય છે, પૂજય પ્રમુખસ્વામી સાથે ખૂબ વિચરણ કર્યું છે તેવા શ્રીરંગ સ્વામીએ વધુ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીને દેશ દુનિયામાં ખૂબ માન સમ્માન મળ્યા હતાં, અને અપમાન પણ એટલા થયાં હતાં છતાં કયારેય વિચલિત થયા ન હતાં, જીવનમાં દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું તેમ અનેક પ્રેરક વાતો કહી હતી મોરબી ક્ષેત્રનાં ખંતીલા સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી સહિત વાંકાનેર સત્સંગ મંડળ દ્વારા શ્રીરંગ સ્વામીનો આભાર વ્યકત કરાયો હતો, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણચંદ્ર આશર, જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, મહિલા મંડળ, યુવતી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:32 am IST)