સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

મોટી પાનેલીના વાલાસણથી બાવીસી કોટડા ચાર કિમિ રસ્તો બનાવી આપવા વિસ્તારના લોકોની જબરી માંગણી

તાલુકા મથક જામજોધપુર જવા પાનેલી ફરીને જવુ પડે છે : વિસ્તારના દસ જેટલા ગામોને સીધો ફાયદો થઇ શકે

મોટી પાનેલી,તા.૧૬:  પાનેલીથી ચાર કિલોમીટર દૂર જામજોધપુર તાલુકાના વાલાસણથી પ્રસિદ્ઘ યાત્રાધામ કોટડાબાવીશી ગામ મહદ ચાર કિલોમીટર અંતર ધરાવે છે અને કોટડા થી જામજોધપુર પાંચ કિલોમીટર જેટલું અંતર થાય છે પરંતુ વાલાસણ થી કોટડા વચ્ચે પાકો રસ્તોના હોય વિસ્તારના લગભગ દસેક જેટલાં ગામડાઓ જેમકે વાલાસણ, સાતવડી, માંડાસણ, બુટાવદર, ચીરોડા, બગધારા, મેથાણ, સડોદર, ભરડકી વગેરે ગામના લોકોને મોટી પાનેલી થઈને જામજોધપુર જવુ પડે છે જે ખાસું વધારે અંતર થાય છે જો વાલાસણ કોટડા વચ્ચે માત્ર ચાર કિલોમીટરનો પાકો રસ્તો તંત્ર બનાવી આપે તો વિસ્તારના ગામડાઓના લોકોને પાનેલીથી ફરીને તાલુકા મથકે જવુ ના પડે અને સમય અને ખર્ચ બન્નેમાં ખાસો એવો ફાયદો થાય માટે વિસ્તારના લોકોની જબરી માંગણી ઉઠવા પામી છે જેમ સાતવડી વલાસણ રોડ પાકો બનાવી આપ્યો તેવી રીતે વાલાસણ કોટડાનો રોડ પણ બનાવી આપવા વાલાસણ ગ્રામપંચાયત દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે સાથેજ પ્રસિદ્ઘ યાત્રાધામમાં બાવીસીઆઈના દર્શને જતા પગપાળું યાત્રાળુઓને પણ ઘણી રાહત મળે એમ હોય બાવીસી મંદિર પ્રસાસન દ્વારા પણ તંત્રને રજુઆત કરવામાં આવેલ છે વહેલીતકે વિસ્તારના લોકોની માંગ સમજીને રોડનું સર્વે કરાવી કામ ચાલુ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. (તસ્વીર-અહેવાલ : અતુલ ચગ-મોટી પાનેલી)

(11:38 am IST)