સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

ગોંડલમાં ઓલ ઇન્ડીયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ : રાજકોટની એલ.કે.સ્ટાર ઇલેવન ચેમ્પિયન બની

  (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ : અત્રેના સંગ્રામસિંહજી હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં શિવમ ગૃપ તથા હેરી ગૃપ ના સંયુકત ઉપક્રમે દિનેશભાઇ માઘડના નેતૃત્વમાં ઓલ ઇન્ડીયા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરાયુ હતુ જેમા સોળ ટીમો એ ભાગ લીધો હતો ચાર દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમા રાજકોટની એલ.કે.સ્ટાર ઈલેવન ચેમ્પિયન બની હતી. રૂ.એકાવન હજાર યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા તથા પૃથ્વીસિહ જાડેજાના હસ્તે અપાયા હતા.જયારે રનર્સ બનેલી રાજકોટની દર્શન ઈલેવનનેઙ્ગ રૂ.એકવીસ હજાર નાગરીક બેંકના ચેરમેન અશોકભાઈઙ્ગ પિપળીયા તથા ગોપાલસિહ જાડેજાના હસ્તે અપાયા હતા.જયારે મેન ઓફ ધ સિરીઝ,મેન ઓફ ધ મેચ સહીતના પુરસ્કાર સેનિટેશન વિભાગના ચેરમેન અનિલભાઈ માધડ, યુવા ભાજપના જયદિપસિહ જાડેજા,પ્રમુખ પ્રતિનિધી મનુભાઈ કોટડીયા,જીગરભાઇ સાટોડીયા,અતુલભાઇ પંડયા,અશ્વિનભાઇ મકવાણાના હસ્તે અપાયા હતા. આ તકે તાજેતર માં અન્ડર નાઇટીન રૂરલ ટીમમાં શિલેકટ થયેલા ગોંડલના ભગીરથ ચાવડાનુ સન્માન ગણેશભાઈ જાડેજા તથા દિનેશભાઇ માધડના હસ્તે કરાયુ હતુ.ટુર્નામેન્ટમાં રાજકોટ, મુંબઈ, અમદાવાદ, સુરત, ઇન્દોર, નાશિક, ગીર સોમનાથથી ક્રિકેટરોએ ભાગ લીધો હતો.સફળ આયોજન બદલ શિવમ ગૃપના દિનેશભાઇ માધડ ને બિરદાવાયા હતા.

(11:51 am IST)