સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

ગીર સોમનાથ વિસ્તારમાં ૧૦૦૦ કરોડનો રોકાણ વગરનો ગેરકાયદેસર ધંધો

ખાણ ઉદ્યોગમાં રાજકીય ભાઈબંધી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: રપ વર્ષથી ચાલતા ધંધામાં ગૌ ચર,સરકારી,પડતર જમીનમાંથી કરોડો મેટ્રીક ટન લાઈમ સ્ટોન,બેલા સ્ટોન  ની ચોરી દરીયાકાંઠે રેતી કરોડો ટન નિકળી ગયેલ હોય તેમજ હજુ પણ બેફામ રીતે ખુલ્લેઆમ ચોરી થતી હોય જેથી દરીયાઈ વિસ્તારના ગામોમાં ખારાશનું સ્રમજય વધતુ જાય છે

જીલ્લાના અનેક વિસ્તારોમાં ખનીજ ચોરી કરી રાજકીય,સામાજીક ક્ષેત્રે દબદબો ધરાવતા તત્વોના માણસો સામે નોધાયેલ છે તેમાં પણ ખુબ નજીવો દંડ લઈને છોડી દેવામાં આવે છે તેથી આ ધંધો વધતો જાય છે.

રાજકીય વગદારો કોઈપણ પક્ષમાં હોય રેતી,પથ્થર,લાઈમ સ્ટોન,ચોરી માં ખુલ્લેઆમ ભાગીદારી હોય છે આશરે દર વર્ષે ૧૦૦૦ કરોડના આ ધંધા માં અનેક ની સંડોવણી છે તેમ છતા રાજય સરકાર દ્રારા કોઈ ગંભીરતા લેવામાં આવેલ નથી બન્ને તાલુકાઓમાં એશીયાના સૌથી મોટા સિમેન્ટ,સોડા એશ તેમજ બાંધકામ ઉદ્યોગ ધમધમે છે અનેક વિસ્તારોમાં ગૌ ચર,પડતર,સરકારી જમીનોમાંથી રાજકીય ધુરંધરો તેમજ સતા પક્ષ,વિપક્ષવચ્ચે ભાગીદારી થી ચાલતા આ ગેરકાયદેસર ખનીજ ચોરી નો ધંધો દર વર્ષે ૧૦૦૦ કરોડ નો છે. લાઈમ સ્ટોન,બેલા સ્ટોન,રેતી નો ધંધો બે ફામ પણે છે આખા વિસ્તારા ખરાબો,ગૌ ચર,સરકારી જમીન માંથી ર૪ કલાક ખોદકામ ચાલુ રહે છે આ વિસ્તારમાં મકાન બનાવવા ના પથ્થરો કાઠવા માટે ૩૦૦ થી વધારે ચકરડીઓ હોવાનો છડેચોક આક્ષેપ થઈ રહયો છે. તેમજ ઉદ્યોગોમાં વપરાતી લાઈમ સ્ટોન માટે હજારો મજુરો કામ કરી રહેલ છે. શાસન માં રહેલ ભાજપ અને વિપક્ષ કોગ્રેસ કાળો કારોબાર સંયુકત રીતે ચલાવે છે દરીયા કિનારે થી રેતી,બેલા સ્ટોન,લાઈમ સ્ટોનકાઢી આશરે ૧પ કીલો મીટર સુધીના વિસ્તાર માં ૧પ૦ થી ર૦૦ ફુટ ઉડા ખાડાઓ પાડી દીધેલ છે દરીયા કાંઠે દરરોજ પ૦૦ થી વધારે ટ્રેકટરો રેતી લઈ જતા હોય જેથી દરીયા નું ખારૂ પાણી ગામડાઓ સુધી ધુસી જતા અનેક ગામોમાં ખારા પાણી જઈ જતા પીવાનું પાણી દુર સુધીભરવા જવું પડે છે દરીયા કાંઠે થી અમુક કીલો મીટર કોઈપણજાતનું ખનન ન થઈ શકે તેવા નિયમોની એસીતેસી કરી ઉડી ખાઈઓ ખોદી નાખી છે.

જો રાજય સરકાર દ્રારા ગંભીરતા થી ચોરી અટકાવવામંા નહી આવે તો આખા વિસ્તારમાં દરીયાનું ખારૂ પાણી ધુસી જશે અને આ વિસ્તારમાં લાખો વિધા જમીન ખેતી વગર ની થઈ જશે તેથી તાત્કાલીકઆ ગેરકાયદેસર ધંધો બંધ થાય તેવી માંગ ઉઠી છે.

ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ જણાવેલ હતું કે અનેક વખત લેખીત રજુઆતો મુખ્યમંત્રી સુધી કરાયેલ છે કોઈ પગલા લેવાતા નથી કાર્યકરો કોન્ટ્રાકટર બની ગયેલ છે સાચી વાત કોઈ સંાભળતુ નથી અસામાજીક પ્રવૃતી પણ અનેક ગણી વધેલ છે.

કોડીનાર ના આર.ટી.આઈ એકટીવીસ્ટ મહેશ મકવાણા એ જણાવેલ હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી લડત આપી રહેલ છુ તેમ છતા પ્રવૃતી બંધ થતી નથી હાઈકોર્ટ માં પી.આઈ.એલ દાખલ કરેલ છે. ઘણી વખત હુમલાઓ પણ થયેલ છે ધમકી ઓ પણ મળેલ છે જગલોમાં પણ પથ્થરો બેફામ પણે નિકળી રહેલ છે ખુલ્લેઆમ ભાગીદારીઓમાં રેતી,પથ્થર,લાઈમ સ્ટોન ની ચોરી થઈ રહેલ છે તેવો આક્ષેપ કરેલ હતો.

(11:53 am IST)