સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

જેતપુર કારખાનામાં બાળકો પાસે વેઠ કરાવાતી હોવાની ફરીયાદના પગલે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ શાખાએ ૧૯ બાળકો મુકત કરાવ્યા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૬ :.. શહેરમાં સાડી-ડ્રેસ પ્રિન્ટીંગના ર૦૦૦ જેટલા યુનિટો આવેલ છે. જેમાં કામ માટે ગુજરાતીના બદલે પરપ્રાંતીય કારીગરોનો આગ્રહ રાખવામાં આવે છે.

કેમ કે તેઓ કારખાનામાં રહી મજૂરી કરતા હોય વધુ કામ કરાવી શકાય અને મજૂરી વેતન ઓછુ ચુકવવું પડે. યુ.પી., બીહારથી મોટી સંખ્યામાં અહીં કામ માટે આવી વસવાટ કરી રહ્યા છે. જેમાં તેઓનું શોષણ કરવા અને ઓછા રૂપિયા ચુકવવા માટે ઠેકેદારો અન્ય રાજયોમાંથી નાના-નાના બાળકોને લાવી તેની પાસે વેઠ કરાવવામાં આવતી હોય છે. તેઓને આખો દિવસ કામ કરવાનું અને મહિને ૪ થી ૬ હજાર જેટલો પગાર ચુકવતી હોય છે. અને ઠેકેદાર વધારે  રૂપિયા કારખાનેદાર પાસેથી વસુલે છે. આવુ અનેક કારખાનામાં જોવા મળે છે. પરંતુ નબળી પરીસ્થિતિના કારણે મા-બાપા તેના બાળકોને પણ મોકલી દે છે.

શહેરમાં કારખાનાઓમાં બાળકો પાસે વેઠ કરાવાતી હોવાની ફરીયાદ બચપન બચાવો એન. જી. ઓ. ને મળતા રાજકોટ એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ ઇન્ચાર્જ પી. આઇ. ટી. એસ. રીઝવી, એનઓજીના કોડીનેટર  દામીનીબેન પટેલ, શીતલબેન સંજયભાઇ, જીજ્ઞેશભાઇ પટેલ, એએસઆઇ જગતભાઇ તેરૈયા, મયુરભાઇ વીરડા, મનીષાબેન ખીમાણીયા સાથે મળી નવાગઢ ગઢની રાંગ પાસે આવેલ મુસ્કાન ફીનીસીંગમાં રેઇડ કરતા ૧૬ બાળ મજૂરોને વેઠ કરાવતી છોડાવી ઠેકેદાર ઝૂલ ફીકાર અલીઅબ્દુલ હમીના (બીહાર) માલીક રાહુલ પંડીત અને વિરૂધ્ધ કાર્યવાહી કરેલ તેમજ ચાંપરાજપુર રોડ સારણકાંઠા હનુમાન પાસે આવેલ રામેશ્વર હેન્ડ ફીનીસીંગમાં રેડ કરી ૩ બાળ મજૂરોને મુકત કરાવી ઠેકેદાર સોનું શિવધારી (યુ.પી.) તેમજ માલીક પ્રવિણભાઇ હરીભાઇ ગોહેલ, વિરૂધ્ધ ગુન્હો નોંધેલ.

બન્ને રેડ દરમ્યાન ઠેકેદારો મળી આવેલ તેની ધરપકડ કરેલ બાળકોને હાજર ન હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:11 pm IST)