સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

જામનગર: ગોડસેની મૂર્તિ મુદ્દે કોંગ્રેસ-હિન્દુ સેનાએ સામસામે નોંધાવી ફરિયાદ

પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર તેમજ હિન્દુ સેના પ્રદેશ અધ્યક્ષ સહિત પાંચ લોકોને તાત્કાલિક અટકાયત કરી

જામનગર : જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવક સહિત બે સામે હિન્દુ સેના એક ગોડસે ની પ્રતિમા તોડફોડ અંગે ફરિયાદ નોંધાવી છે

હિન્દુ સેના ના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ અને તેના પાંચ સાથીઓ સામે ગાંધીજીના હત્યારા ની મૂર્તિ પ્રસ્થાપિત કરી લાગણી દુભાવવા અંગે કોંગ્રેસે વળતી ફરિયાદ નોંધાવી હતી
સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારે ઘરમા બાદ બંને પક્ષે સામ-સામી ફરિયાદો નોંધાઇ હતી
પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર તેમજ હિન્દુ સેના પ્રદેશ અધ્યક્ષ સહિત પાંચ લોકોને તાત્કાલિક અટકાયત કરી છે

(7:33 pm IST)