સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th January 2021

જામનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપમા મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસના બીજા દિવસે જ ભંગાણ

ભાજપના વોર્ડ નંબર-4ના પૂર્વ નગરસેવીકા રચનાબેન નંદાણીયા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા .

જામનગર : સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રવાસના બીજા દિવસે જ ભંગાણ પડ્યું છે ભાજપના વોર્ડ નંબર-4ના પૂર્વ નગરસેવીકા રચનાબેન નંદાણીયા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયાછે 

રચનાબેન એ જણાવ્યું હતું કે જેમને એમને ટિકીટ આપી હતી એનું ઋણ ચુકવવા માટે એ ભાજપ માં જોડાયા હતા, સાથે જ કીધું હતું કે લોકો એમને કહી રહ્યા હતા કે એમને કોંગ્રેસ પાર્ટી ને દગો આપ્યો છે. અને એમના કામો કોર્પોરેશન માં થતા હોવાથી ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે. તેમને કહ્યું કે, મારા મતદારો મારી સાથે જ છે અને મેં હર હંમેશ મારા વોર્ડના મતદારો ના કામો કર્યા છે. જેથી જો પક્ષ ટિકિટ આપશે તો કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે સાથે રચનાબેન એ કીધું હતું કે મારી વિચારધારા પહેલેથી જ કોંગ્રેસ પક્ષની રહી છે.
મહાનગરપાલિકામાં પોતાની સરકાર હોવા છતાં કામો ન થતા હોવાની રાવ સાથે પોતાના પક્ષ સામે અવારનવાર બાયો ચડાવી રહયા હતા. જેથી સતત તેઓ ચર્ચામાં રહેતા ભાજપના પૂર્વ નગરસેવીકા રચનાબેન નંદાણીયા મુખ્યમંત્રી વિજય રૂપાણી ના પ્રવાસના બીજા દિવસે જ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભંગાણ થયું છે. તસવીરો: કિંજલ કારસરીયા જામનગર

(7:38 pm IST)