સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th January 2021

જામનગર કોંગ્રેસના કોર્પોરેટર હવે ભાજપમાં જોડાઇ ગયા !

પૂર્વ નગરસેવિકા નીતાબેન પરમારએ ભાજપનો ખેસ ધારણ કર્યો

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ ના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા નીતાબેન પરમાર આજે ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ વિમલ કગથરા અને પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. હજી ગઈકાલે જ ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા હતા ત્યાં આજે બીજા જ દિવસે ભાજપએ બદલો લઈ લીધો ! (મુકુંદ બદીયાણી, કિંજલ કારસરિયા)

(5:02 pm IST)