સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th January 2021

જામખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા નું નિધન...

જામખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા નું નિધન.  થયું છે થોડા દિવસ પૂર્વે જ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને જામનગર ની જીજી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી. કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મેઘજીભાઈ ગ્રીન કો. ના પૂર્વ ચેરમેન , મોરબી જિલ્લાના ભાજપ ના પ્રભારી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ , જામખંભાળીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને ભાજપ માં અન્ય હોદ્દાપર રહી ચૂક્યા છે. જામખંભાળીયા ના પૂર્વ ધારાસભ્ય અને સતવારા સમાજ ના અગ્રણી ના નિધન થી ભાજપના કાર્યકર માં અને સતવારા સમાજ માં શોક ની લાગણી ફેલાઈ છે.

(7:36 pm IST)