સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th January 2022

આજથી ઠંડી ઘટી પણ સવાર-સાંજનો ઠાર હજુ શમતો નથી : જુનાગઢમાં ઝાકળ

ગિરનાર પર્વત ૭.૭ નલીયા ૮.૮, રાજકોટમાં ૧૩.૩ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસરમા આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે જો કે સવાર  અને સાંજનો ઠાર હજુ શમતો નથી. આજે સવારે જુનાગઢમાં ઝાકળવર્ષા થઇ હતી.

આજે સવારે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૭.૭ ડિગ્રી, કચ્છના નલીયામાં ૮.૮ અને રાજકોટમાં ૧૩.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢ : જુનાગઢમાં આજે સવારે જોરદાર ઝાકળ વર્ષા થતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું.

આજે સવારે નવા વીકનાં પ્રથમ દિવસે જુનાગઢ સહિતના વિસ્તારમાં ઝાકળવર્ષાનું આક્રમણ થયુ હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા ધુમ્મસ પણ છવાય ગયું હતું.

સવારનાં જુનાગઢ લઘુતમ તાપમાન ૧ર ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. ગિરનાર પર્વત ખાતે ૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

સવારે ર.૮ કિ.મી.ની ઝડપે પવન ફૂકાયો હતો.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા પંથકમાં તાજેતરમાં મકરસંક્રાતિના દિવસોમાં ઠંડીનો પારો ગગડેલો રહ્યો હતો. લોકોએ કાળઝાળ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ હેમાળાના કારણે આ દિવસોમાં જનજીવન પ્રભાવિત બની રહ્યું હતું.

ખંભાળિયા તાલુકા સાથે જિલ્લામાં સિંગલ ડિઝીટ સુધી પહોંચી ગયેલા તાપમાનના પારામાં ગઇકાલથી થોડો વધારો થયો છે અને તાપમાન ઉંચકાતા ગાત્રો થીજાવતી ઠંડીથી લોકોને રાહત અનુભવાઇ રહી છે. રાત્રિના તથા સવારના સમયે ઠંડી ભર્યા માહોલ વચ્ચે બપોરના સમયે ઠંડીથી રાહત બની રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :

આજનું હવામાન રપ.પ મહતમ, ૧૩.પ લઘુતમ ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર લઘુતમ તાપમાન

અમદાવાદ ૧૩.૧ ડિગ્રી

ગિરનાર પર્વત   ૭.૦ ''

વડોદરા         ૧૩.૪ ''

ભાવનગર       ૧૪.ર ''

ભૂજ             ૧ર.૮ ''

દમણ           ૧૮.૪ ''

ડીસા            ૧૦.૮ ''

દીવ            ૧૬.પ ''

દ્વારકા           ૧૬.૬ ''

કંડલા           ૧૩.૬ ''

નલીયા           ૮.૮ ''

ઓખા           ૧૯.૦ ''

પોરબંદર        ૧૭.૦''

રાજકોટ         ૧૩.૩ ''

સુરત           ૧૬.૮ ''

જામનગર      ૧૩.પ ''

વેરાવળ        ૧૭.૦ ''

જુનાગઢ         ૧ર.૦ ''

(11:32 am IST)