સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

૧પ 'દિમાં સોમનાથ મહાદેવના દર્શને ર.૪૪ લાખ ભાવિકો

કોરોના સંકટ ઘટતા પ્રથમ જયોર્તિલીંગ પરિસર ભાવિકોથી ધમધમતુ થયું

( મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ  તા.૧૭ : કોરોના સંકટ હળવું થતાં અગર ઘટતા જ સોમનાથ મહાદેવના મંદિરે શ્રદ્ધાળુ -ભાવિકો દર્શને ઉમટી શિવમય બની રહ્યા છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે. ફેબ્રુઆરીના માત્ર પંદર જ દિવસમાં ર લાખ ૪૪ હજાર ૩૪૩ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા જે મહિના અંતે આ આંક પાંચ લાખની લગભગ નજદીક પહોંચી જશે ખાસ કરીને શનિ-રવિ-સોમવાર તો યાત્રિકો ખૂબ જ દર્શન માટે આવે છે. જે માત્ર ત્રણ જ દિવસોમાં ૬૬૦૦૦ થી વધુ દર્શનાર્થીઓ દર્શન લાભ ધન્ય બને છે.

શનિ-રવિ જાહેર રજા અને સોમવાર શિવવાર દર્શન મહિમાને કારણે આ પ્રવાહ રહે છે. નવેમ્બર ર૦ર૦ થી જાન્યુઆરી ર૧ ઉતરોતર યાત્રીકોનો વધારો થતો જ રહ્યો છે. જેમાં પરપ્રાંતના યાત્રિકો પણ પુષ્કળ સંખ્યામાં આવે છે.

(11:23 am IST)