સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

જૂનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક અથડાતા સંજય રાઠોડનું મોત

યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ,તા.૧૭ : જુનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મખુજબ જુનાગઢના પચાદરીયા ગામ પાસે રહેતા સંજય નટવરલાલભાઇ રાઠોડ (ઉવ.૨૮) બે દિવસ પહેલા પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા સંજય ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના ઇન્ચાર્જ પ્રાથમીક કાગળો કરી જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.

દાઝી જતાં ૧૨ વર્ષના રાહુલ શુકલાનું મોત

મોરબીના રોહીદાસપરામાં રહેતો રાહુલ પ્રવિણભાઇ શુકલા (ઉવ.૧૨) ગત તા.૭ના રોજ પોતાના ઘરે હતો ત્યારે ગરમ પાણીનું તપેલુ માથે પડતા દાઝી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના ઇન્ચાર્જે પ્રાથમીક કાગળો કરી મોરબી મોકલ્યા હતા.

(11:24 am IST)