સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

પડવલામાં યુપીના દિલીપની હવસખોરીઃ ૭ વર્ષના ટેણીયાને મુંગો દઇ ઉઠાવી જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

ઢગા વિરૂધ્ધ પોકસો સહિતની કલમો હેઠળ શાપર પોલીસની કાર્યવાહીઃ સકંજામાં લેવાયોઃ બાળક રાજકોટમાં સારવાર હેઠળ : ૧૦ વર્ષના મોટા ભાઇ સાથે મોબાઇલમાં ગેમ રમતો'તો ત્યારે તેની નજર સામે જ ઉઠાવી જવાયોઃ ટાબરીયાએ મમ્મીને જાણ કરતાં શોધખોળ આદરી ત્યાં દિકરો રડતો રડતો લોહી નીકળતી હાલતમાં મળ્યો

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળના પડવલામાં રહી કંપનીમાં મજૂરી કરતાં મુળ યુપી અલ્હાબાદના ૨૦-૨૨ વર્ષના ઢગા દિલીપે નેપાળી પરિવારના ૭ વર્ષના દિકરાને તે તેના ૧૦ વર્ષના ભાઇ સાથે રૂમ નજીક મોબાઇલમાં ગેમ રમતો હતો ત્યારે મોઢે મુંગો દઇ ઉઠાવી જઇ કંપનીની ઓફિસમાં લઇ જઇ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી લોહીલુહાણ કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. શાપર પોલીસે હવસખોરને સકંજામાં લઇ આઇપીસી ૩૬૩, ૩૭૭, પોકસો હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ભોગ બનનાર ટેણીયાના પિતાએ કહ્યું હતું કે મારે કંપનીમાં નાઇટ ડ્યુટી હતી. જેથી હું નોકરીએ હતો. મારા પત્નિ અને બે પુત્રો રૂમ પર હતાં. રાતે નવેક વાગ્યે મારા ૧૦ અને ૭ વર્ષના બંને પુત્રો રૂમ બહાર મોબાઇલ ફોનમાં ગેમ રમતાં હતાં ત્યારે મુળ યુપીનો દિલીપ નામનો શખ્સ મારા ૭ વર્ષના દિકરાને મોઢે મુંગો દઇ ઉઠાવીને ભાગ્યો હતો.

આથી મારા ૧૦ વર્ષના દિકરાએ તુરત દોડી જઇ તેની મમ્મીને વાત કરી હતી કે ભાઇને દિલીપ લઇ ગયો છે. જેથી મારી પત્નિએ બૂમાબૂમ કરી શોધખોળ આદરી હતી. પરંતુ દિકરો કે દિલીપ મળ્યા નહોતાં. થોડી વાર બાદ મારો દિકરો ખુબ રડતો રડતો આવ્યો હતો અને તેના ગુદ્દા માર્ગેથી લોહી નીકળતાં હોઇ તેને પુછતાં તેણે પોતાની સાથે દિલીપે ખરાબ કર્યાનું કહ્યું હતું. એ પછી લોકોએ ભેગા થઇ ગયા હતાં અને મારા દિકરાને રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો અને શાપરથી પોલીસ ફરિયાદ નોંધવા આવી હતી.

પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ અને સ્ટાફે આ બનાવમાં ત્વરીત તપાસ કરી હવસખોર દિલીપને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે. તે મુળ અલ્હાબાદનો છે અને કારખાનામાં કામ કરે છે.

(12:05 pm IST)