દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન નકકીઃ ઉમેદવારો બિનહરીફ જાહેર
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭ :દેવભુમી દ્વારકા જિલ્લાની ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ તાલુકા પંચાયતની યોજાનાર ચુંટણીઓમાં ગઇકાલે ઉમેદવારી પરત ખેચવાના દિવસે કુલ પાંચ તા.પં.ની બેઠકો એક એક ઉમેદવાર જ બેઠક દીઠ રહેતા બિનહરીફ જાહેર થઇ છે.
પાંચમાંથી ચાર બેઠકો દ્વારકા તા.પં.ની બિનહરીફ થઇને ભાજપને મળતા દ્વારકા તા.પં.માં ભાજપનું શાસન રીપીટ થવા જઇ રહ્યું છે
દ્વારકાના ટુંપલીમાં ભાજપના સંતોકબેન કાન્તા સુતણીયા પોલીત્રામાં કનૈયાતા હિરાતા માણેક, ધ્રાસણવેલમાં રાજુબાઇ ભીખાભાઇ સુભણીયા મીઠાપુર -રમાં અશોક ભાણાભાઇ પટેલ વિજેતા જાહેર થયા હતા જયારે કોંગ્રેસના સામોર તા.પં. બેઠક ખંભાળિયાના ઉમેદવાર મંજુબેન જીવાભાઇ આંબલિયાની સામે ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ વિજેતા થયા હતા.