સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

પોરબંદરને ત્રીજા સાંસદ મળશે

અગાઉ માલદેવજીભાઇ ઓડેદરા અને ભરતભાઇ ઓડેદરા ચુંટાઇ આવેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ : રાજયસભાની ખાલી પડેલી બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પોરબંદર બ્રહ્મસમાજના અગ્રણી રામભાઇ મોકરીયાની પસંદગીને આવકાર મળી રહ્યો છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં ર સાંસદો ચૂટાઇ આવેલ છે. જેમાં અગ્રણી માલદેવજીભાઇ ઓડેદરા સાંસદ તરીકે ચૂંટાઇ આવેલ  અને માલદેવજીભાઇનું અવસાન થયા બાદ તેમના પુત્ર ભરતભાઇ ઓડેદરા સાંસદ તરીકે ચુંટાયા હતા રાજયસભાના ભાજપના ઉમેદવાર તરીકે રામભાઇ મોકરીયાની પસંદગી બાદ તેમની જીત નિશ્ચીત મનાય છે.

(12:51 pm IST)