સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

મોંઘવારીના વિરોધમાં પરેશ ધાનાણીએ અમદાવાદમાં ગેસના બાટલા ઉપર બેસીને જાહેર સભા ગજવી

રાજકોટઃ કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો. ચૂંટણી પ્રચારમાં ગેસના બાટલા ઉપર બેસીને અમદાવાદમાં  પરેશભાઇ ધાનાણીએ ભાષણ કર્યુ હતું. ભુતકાળમાં ભાજપ પણ બાટલા લઇને રોડ પર બેસતું હતું અને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું પરેશભાઇ ધાનાણીએ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર સામે આકાર પ્રહારો કર્યા હતા અને જાહેરસભા ગજવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(12:56 pm IST)