સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

ધોરાજીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ધોરાજી : રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.સાગર બાગમારની સુચનાથી પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અન્વયે ધોરાજી પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.હેડકોન્સ રમેશભાઇ બોદર તથા લાલજીભાઇ જાંબુકીયા તથા રવજીભાઇ હાપાલીયા તથા પો.કોન્સ. રવિરાજસિંહ જાડેજા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત મળેલ કે ધોરાજી પાવર હાઉસ સામે પાટીદાર મીલ પાસે જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વતી હારજીતનો  રોનપોલીસનો જુગાર રમે છે જે અન્વયે રેઇડ  કરતા રૂપીયા ૧૩૭૪૦ ના મુદામાલ સાથે (૧) હબીબ સીદીકભાઇ સમા સંધી ઉ.પપ રહે. નાભીરાજ સોસાયટી કાદરભાઇ કરીયાણા વાળાનીદુકાન પાસે.(ર) અબ્દુલભાઇ સુલતાનભાઇ બીડીવાલા મેમણ ઉ.૩૯ રહે. નાભીરાજ સોસાયટી અસરફભાઇની દુકાન પાસે (૩) ફારૂકભાઇ ગફારભાઇ જુવારીયા માજોઠી ઉ.પ૦ રહે નાભીરાજ સોસાયટી દુકાન પાસે. (૪) ઇશાકભાઇ ઓસમાણભાઇ સમાન સંઘી ઉ.પ૬ રહે. જુના ઉપલેટા રોડ રાધાનગર સોસાયટી, (પ) નીતેશભાઇ લવજીભાઇ મકવાણા ખાંટ ઉ.૪૮ રહે. ગણેશમીલની બાજુમાં પાવર હાઉસ પાછળને ઝડપી લીધા હતા.

(12:58 pm IST)