સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

ધોરાજીના સુપડી ગામ ખાતે રાંધણ ગેસમાં થયેલ ભાવ વધારા સામે મહિલાઓ દ્વારા સુત્રોચ્ચાર-દેખાવો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૭ : ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે મહિલાઓએ રાંધણગેસના ભાવ વધારાની સામે સરકાર સામે દેખાવો કરી સુત્રોચ્ચાર પોકાર્યા હતા

 સુપેડી અને મહિલા હેતલબેન ગોવાણી  એ જણાવેલ કે રાંધણ ગેસ ના ભાવ વધારા થી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

તાજેતર માં કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસમાં જીકાયેલા તોતિંગ ભાવ વધારા સામે મહિલાઓ માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આં તોતિંગ ભાવ વધારા ને લઈ અને ધોરાજી તાલુકા ની મહિલાઓ માં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે ધોરાજી તાલુકાના સુપેડી ગામની  રોષે ભરાયેલી મહિલાઓ એ કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા સામે મહિલાઓ એ આક્રોશ ઠાલવ્યો હતો અને મહિલાઓ એ કેન્દ્ર સરકાર સામે  સૂત્રોચાર કરી અને ભાવ ઘટાડવાની ઉગ્ર માંગણી કરી હતી આં તકે વનિતાબેન સોલંકી એ જણાવેલ હતું કે ગામડા ગરીબ અને મહિલાઓના હિતની વાત કરનાર અને મહિલા શકિત કરણ ની વાતો કરતી   સરકાર મોંઘવારી નાબૂદ કરવા  બાબતે સદંતર નિસ્ફળ નીવડી છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને સૂપેડીના સ્થાનિક મહિલા હેતલ ગોવાણી એ જણાવેલ કે છેલ્લા એક મહિના થી રાંધણ ગેસના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે કેન્દ્રની  સરકાર ગરીબોના હિતની વાતો કરે છે પણ ગરીબોને ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બન્યું છે રાંધણ ગેસનો કમર તોડ ભાવ વધારો ઝીંકી અને સરકારે ઘરનું બજેટ વિખી નાખ્યું છે અને આવનાર દિવસોમાં મોંઘવારી માજા મૂકશે

   ૫૦ જેટલી મહિલાઓ એ સૂત્રોચાર કરી  નારા લગાવ્યા હતા અને ગેસમાં જીકાયેલ કમરતોડ ભાવ વધારો પાછો ખેંચવા માટે માંગ કરી હતી.

(1:00 pm IST)