સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

વિરપુર (જલારામ) જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે મહિલાઓ મેદાનમાં

(કિશન મોરબીયા દ્વારા)વિરપુર (જલારામ),તા. ૧૭: સમગ્ર ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડદ્યમ વાગી ચુકયા છે ત્યારે સુપ્રસિદ્ઘ યાત્રાધામ વિરપુર જલારામમાં રાજકોટ જીલ્લા પંચાયત વિરપુર બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દયાબેન દીપકભાઈ વઘાસીયાએ ઉમેદવારી નોંધાવી હતી જયારે જેતપુર તાલુકા પંચાયત વિરપુર-૨ બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિભૂતિબેન રાજેશભાઈ સાવલીયાએ ઉમેદવારી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છેકે યાત્રાધામ વિરપુરની એક જીલ્લા પંચાયત તથા બે તાલુકા પંચાયત એમ કુલ ત્રણ બેઠકો મળીને ત્રણે ત્રણ બેઠકો મહિલા અનામત હોવાથી મહિલાઓએ ત્રણ બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી જેમાં રાજકોટ જીલ્લા પંચાયતની બેઠકના શ્રીમતી દયાબેન વદ્યાસીયા તેમજ જેતપુર તાલુકા પંચાયતની વિરપુર-૨ બેઠકના શ્રીમતી વિભૂતિબેન સાવલીયાએ કોંગ્રેસ પક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા યાત્રાધામ વિરપુરમાં કોંગ્રેસ પક્ષનું પલડું ભારી હોવાનું રાજકીય લોકોમાં ચર્ચાય રહ્યું છે.

(1:00 pm IST)