સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

ટંકારા તાલુકા પંચાયત ૧૫ સીટ માટે ૪૭ ઉમેદવારો મેદાનમાં : સાવડી સીટ ઉપર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૭: ટંકારા તાલુકા પંચાયત ૧૫ સીટ ઉપર ચૂંટણી યોજાશે ૪૭ ઉમેદવારો મેદાનમાં સાવડી સીટ ઉપર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપ ના શ્રીમતી પુષ્પાબેેન પ્રભુલાલ કામરિયા બિન હરીફ વિજેેતા થયેલ છેે.

ટંકારા તાલુકા પંચાયત ૧૫ સીટ ઉપર ૅં ચૂંટણી યોજાશે ૪૭ ઉમેદવારો મેદાનમાં સાવડી સીટ ઉપર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

જિલ્લા પંચાયતની બેઠકો માટેના ચૂંટણી જંગમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચાર ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા હતા.આથી હવે ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં હવે ૪૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી જંગ માટે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે એક કોંગ્રેસ, એક આપ અને બે અપક્ષ સહિત ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.જેમાં ટંકારાના જિલ્લા યુવા ભાજપના મંત્રીની માતા અમૃતાબેન મગનભાઈ ઘોડાસરાની ટિકિટ કપાતા તેઓએ ટંકારાની ઓટાળા સીટ ઉપર અપક્ષ તરીકે ચૂંટણી ફોર્મ ભરેલ જે પરત ખેચેલ છે.

આવી રીતે મિતાણા-૭ બેઠક પરના આપના ઉમેદવાર વસંતભાઈ સંઘાણીએ તેમજ ટંકારા- ૧ બેઠકના અપક્ષ ઉમેદવાર કુસુમબેન સુરેશભાઈ કુકડીયાએ આજે ફોર્મ પરત ખેંચી લીધું હતું.જયારે ટંકારની સાવડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઢેઢી રીટાબેન ચંદ્રકાન્તભાઈએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે. હતા હવે ટંકારા તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં હવે ૪૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો ૧૪ ટંકારા ૨ સીટમાં છે છ વારો ઉમેદવારો ચોકડી જમવા ચૂંટણી મળશે

 ધુનડા ભાજપ – નિમુબેન ડાયાલાલ ડાંગર કોંગ્રેસ – કાસુંદ્રા જશુબેન મહાદેવભાઈ આપ – ગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા બસપા – કૈલાસબેન મગનભાઈ પરમાર

હડમતિયા ભાજપ – શિલ્પાબેન દિલીપભાઈ કામરીયા કોંગ્રેસ – કોરડીયા મનીષાબેન રાજેશભાઇ બસપા – જનકબેન ગૌતમભાઈ ખાખરીયા

લજાઈ-૧ ભાજપ – હંસાબેન ગુણવંતભાઈ ચાવડા કોંગ્રેસ – સારેસા લાભુબેન જયંતીલાલ

લજાઈ-૨ ભાજપ – ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહ જાડેજા કોંગ્રેસ – મસોત પંકજકુમાર દયારામભાઈ

નસીતપર ભાજપ – અરવિંદભાઈ ધનજીભાઈ ભાડજા કોંગ્રેસ – કુંડારિયા વિપુલ હરગોવિંદભાઈ

ટંકારા-૧ ભાજપ – સરોજબેન જીતુભાઇ ખોખાણી કોંગ્રેસ – ભાલોડીયા નિમિષા અલ્પેશભાઈ આપ – સુમિતાબેન શૈલેષભાઈ ધોરીયાણી બસપા – દંતેસરીયા ભાવનાબેન નવઘણ ભાઈ અપક્ષ -ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ

ટંકારા-૨ ભાજપ -રમેશચંદ્ર બચુભાઇ કૈલા કોંગ્રેસ – ત્રિવેદી ચેતનકુમાર રમણીકભાઈ આપ – ધર્મેશભાઈ મણીલાલ કક્ક્ડ અપક્ષ- મિતેષ ચંદ્રકાન્ત મહેતા અપક્ષ -ઈરફાન હાસમભાઈ સોહવર્દી અપક્ષ -રહિમભાઇ જીવાભાઇ ચૌઘરી

ટંકારા-૩ ભાજપ -સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી કોંગ્રેસ – ચૌધરી ઉસ્માનભાઈ હુસેનભાઈ આપ – પંકજકુમાર ધીરજલાલ ત્રિવેદી

હરબટીયાળી ભાજપ – છાયાબેન અરવિંદભાઈ માંડવિયા કોંગ્રેસ – ઝાપડા જીગુબેન મહેશભાઈ આપ – વર્ષાબેન લાલજીભાઈ બારૈયા

જબલપુરમાં ભાજપ – મણિલાલ ડાયાભાઇ કુંડલિયા કોંગ્રેસ – સુરલીયા નિલેશભાઈ દયાલજીભાઈ આપ – કૌશિક મગનભાઈ નારીયાણા

મિતાણા ભાજપ – અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા કોંગ્રેસ – સંઘાણી અશોકકુમાર ચકુભાઈ અપક્ષ – રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા

નાના ખીજડિયામાં ભાજપ – રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા કોંગ્રેસ – દુધોરિયા અસ્માબેન મહમદઅલી બસપા – ગીતા બેન પ્રવિણભાઈ ચોહાણ

નેકનામ ભાજપ – અલ્પેશભાઈ ચુનીલાલ દલસાણીયા કોંગ્રેસ – અઘેરા ધર્મેન્દ્ર ભાણજીભાઈ આપ – નલિનભાઈ સવજીભાઈ દેત્રોજા અપક્ષ – મુકેશભાઈ મગનભાઈ કોરિંગા

ઓટાળા ભાજપ – સુનિતાબેન રમણિકભાઈ દેત્રોજા કોંગ્રેસ – દેત્રોજા કિરણબેન નરેન્દ્રભાઈ

સાવડી ભાજપ – કામરિયા પુષ્પાબેન પ્રભુલાલ (બિન હરીફ વિજેતા)

વિરવાવ ભાજપ – ગીતાબેન શકિતવનભાઈ ભોરણીયા કોંગ્રેસ – દુબરીયા ગીતાબેન રમેશભાઈ.

(1:05 pm IST)