સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

પીએચસી-સીએચસીનાં કર્મચારીઓને ૩ મહિનાનો પગાર ન ચુકવતા ભાવનગરમાં ભુખ હડતાળ

ભાવનગર ઝોનમાં આવતા અને વિભાગીય નાયબ નિયામક ના તાબા હેઠળના પાંચ જિલ્લા ગીર સોમનાથ બોટાદ ભાવનગર જુનાગઢ અને અમરેલી જીલ્લાઓના પીએચસી અને સીએચસીઓના કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર ના ચુકવાતા આજે ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયની આગેવાનીમાં ભાવનગર વિભાગીય નાયબ નિયામક ની કચેરી ખાતે ભુખ હડતાળ કરી હતી.

(3:52 pm IST)