સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

ભાવનગરમાં વકરતો કોરોના નવા ૧૯૫ કોરોના કેસ અને ૪ દર્દીના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૭૭૪ કેસો પૈકી ૧,૨૭૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૭૭૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૬૯ પુરૂષ અને ૪૫ સ્ત્રી મળી કુલ ૧૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે ૨, તળાજા તાલુકાનાં ટીમાણા ગામ ખાતે ૩, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૩, તળાજા તાલુકાના માંડવાળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે ૨, તળાજા તાલુકાના ભદ્રાવળ ગામ ખાતે ૫, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે ૫, તળાજા તાલુકાના મોટી ભાદરીયાત ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ૨, ગારીયાધર તાલુકાના માનવિલાસ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાંચપીપળા ગામ ખાતે ૧, તલાજા તાલુકાનાં બોકડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઠળીયા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, ભાવનગર તાલુકાના પડવા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામ ખાતે ૨, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના ઇશ્વરીયા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૪, સિહોર તાલુકાના બેકડી ગામ ખાતે ૨, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૫, સિહોર તાલુકાના ઢુંઢસર ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં ગુંદાણા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના દેગવડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના રતનપર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભુતિયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના લીલવણ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના બાડી પડવા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૨, મહુવા તાલુકાના ડુંગરણી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના છાપયારી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાનાં લાખણકા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાનાં તગડી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૮૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ૨ દર્દીઓ અને તાલુકાઓમા મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે રહેતા ૧ દર્દી અને તળાજા તાલુકાના રેલીયા ગામ ખાતે રહેતા ૧ દર્દી એમ કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
            જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૬૯ અને તાલુકાઓમાં ૫૯ કેસ મળી કુલ ૧૨૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
            આમ જિલ્લામા નોંધાયેલા ૮,૭૭૪ કેસ પૈકી હાલ ૧,૨૭૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૮૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:49 pm IST)