સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની ઓનલાઈન કારોબારી બેઠક મળી

મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા,માળિયા તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓએ શિક્ષકોના પડતર પ્રશ્નો,રક્તદાન કેમ્પ, રસીકરણ જાગૃતિ,સભ્ય નોંધણી, ઉચ્તર કેમ્પ, HTAT મુખ્ય શિક્ષકોના પ્રશ્નો, કોવિડ સેવાકામગીરી,વૃક્ષારોપણ, સહીત બાબતે વિચારણા

મોરબીમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી જિલ્લા કારોબારી તથા તાલુકા મુખ્ય કાર્યકર્તા ઓની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકની શરૂઆતમા સક્રિય રાજુભાઈ ગોહિલ દ્વારા સંગઠન મંત્રથી કરવામાં આવી હતી.
ક્રમશ:કાર્યક્રમ આગળ વધારતા સરસ્વતીના સાધક અને સંગઠન મંત્રી હિતેશ ગોપાણી એ સંગઠનના ક્ષિતિજોનો વિસ્તાર કરવાની હાકલ કરી હતી.તેઓએ દરેક તાલુકાના મુખ્ય કાર્યકર્તા પાસેથી સભ્ય નોંધણી,રાષ્ટ્ર વ્યાપી નિબંધ સ્પર્ધામા વધુમા વધુ મોરબી જિલ્લામાંથી પંજીકરણ થાય તે ધ્યાન દોર્યું હતું.અધ્યક્ષ અને પ્રેરણાનું પાવર સ્ટેશન દિનેશભાઇ વડસોલા દ્વારા શિક્ષક+સમાજ દ્વારા સેવા કાર્યમાં ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યું હતું. વહીવટી સુસજ્જ મંત્રી કિરણભાઇ કાચરોલા દ્વારા દરેક તાલુકા શાળા દીઠ સક્રિય શિક્ષક કાર્યકર્તાની નિમણુક પર વજન આપ્યું હતું.પ્રદીપભાઈ કુવાડિયા દ્વારા આવનાર સમયમાં રાજ્યમાં બોર્ડ મેમ્બરની ચૂંટણીમા મોરબી જીલ્લા તરફથી સફળતા અપાવવી એવો મત રજૂ કર્યો હતો. સ્પષ્ટ વક્તા હરદેવભાઈ કાનગડ દ્વારા શ્રેયાનતા યાદી મુજબ એસ.બી.મોકલવા પર ધ્યાન દોર્યું હતું.કીરીટભાઈ પટેલ, પ્રાણજીવનભાઇ વિડજા હિતેશભાઈ પાંચોટિયા દ્વારા જિલ્લા ટીમ દ્વારા શિક્ષક હિત માટે પ્રયત્ન કરવા દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા.
મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા,માળિયા તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓએ શિક્ષકોના પડતર પ્રશ્નો,રક્તદાન કેમ્પ, રસીકરણ જાગૃતિ,સભ્ય નોંધણી, ઉચ્તર કેમ્પ, HTAT મુખ્ય શિક્ષકોના પ્રશ્નો, કોવિડ સેવાકામગીરી,વૃક્ષારોપણ,નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવકાર,૫૦ ટકા છૂટા થવા માટેનો રેશિયો એન.એમ. એમ.એસ.પરિક્ષામાં પાસ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, બાળ દતક યોજના, શિક્ષક અને બાળક હિતના દરેક પ્રશ્નો માટે સત્યની સાથે રહી નીડરતા પૂર્વક લડત ચલાવવી અને પડતર પ્રશ્નોનુ નિરાકરણ કરવું મુખ્ય બાબતો સાથે સહમત થઈને વિમર્શ કર્યો હતો.કાર્યક્રમને અંતે કલ્યાણ મંત્ર ઘનશ્યામ ભાઈ વસાણીયા દ્વારા બોલવામાં આવ્યો હતો. જય જય ગરવી ગુજરાત સાથે કાર્યક્રમને અંતે જય શિક્ષક, જય વિદ્યાર્થી, જય ભારતના નાદ સાથે ફરી મળવાના વાયદા સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

(9:06 pm IST)