સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

વેરાવળ-જાફરાબાદ બંદર પર 10 નંબર અને ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું

જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર,ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ

રાજકોટ : વાવાઝોડાની અસર હવે દરિયાકાંઠે ઉંચળતા મોજા રૂપે જોવા મળી રહી છે. વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર મોજા ઉછળી રહ્યા છે

 જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર,ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ થયો છે. ધીમીધારે વરસાદનું પણ દરિયાકાંઠે આગમન જોવા મળી રહ્યું છે. સાથે તંત્ર દ્વારા 4 નંબરનું સિગ્નલ હટાવી આજે સીધું જ 10 નંબર સિંગલ લગાવી દેવાયું છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે. દરિયાકાંઠે લોકોને નહીં જવા તંત્ર દ્વારા અપિલ કરાય રહી છે.

(10:18 am IST)