સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

સુરેન્દ્રનગરના ૧પ૦ સૌરાષ્ટ્ર-કચ્છમાં ર૩૦ ગામોમાં અંધારપટ : પ૦થી વધુ થાંભલા પડી ગયાઃ મોટાભાગના ફીડરો ચાલુ

રાજકોટમાં ૩૪ ફીડરોમાંથી મોટા ભાગના પુનઃ કાર્યાન્વતઃ રાત્રે ૧ થી ૧ાા વચ્ચે પણ લાઇટો ગૂલ... : અનેક સ્થળે જમ્પરો-ટ્રાન્સફોર્મરો ઉડયાઃ વીજ ટીમોની રાઉન્ડ ધ કલોક કામગીરીઃ હજુ ૩ દિ' દોડધામ રહેશે

રાજકોટ તા. ૧૭ :.. વાવાઝોડાની પ્રાથમિક અસરે જ વીવ તંત્રને ગઇ રાતથી દોડધામ કરાવી દિધી છે, આજે સવારે ૯ વાગ્યાના રીપોર્ટ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના ર૩૦ ગામોમાં લાઇટો ગૂલ થઇ ગઇ છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર પંથકના ૧પ૦ ગામોનો સમાવેશ થાય છે.

ગઇકાલે રાત્રે ૮૦ થી ૯૦ કી. મી.ની ઝડપે અમૂક જીલ્લામાં ફુંકાયેલા પવનને કારણે શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં પ૦થી વધુ થાંભલા પડી જતા ટીમો દોડી ગઇ છે, હાલ ગ્રામ્ય-શહેરી વિસ્તારના મોટાભાગના ફીડરો ચાલુ છે, પરંતુ વૃક્ષો પડવાથી તાર તૂટતા ટ્રાન્સફોર્મરો - જમ્પરો ધડાકા સાથે ઉડયા છે, અને એ વિસ્તારના ફીડરમાં સતત ટ્રીપીંગ આવી રહ્યું છે.

વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે અમૂક શહેર- અને ગામડામાં લાઇટોનું સતત આવન-જાવન ચાલુ રહ્યું છે, એની સાથે વીજ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક રીપેરીંગ કામ પણ ચાલી રહ્યું છે.

અધિકારીઓએ ઉમેર્યુ હતું કે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં જમ્પો-ટ્રાન્સફોર્મરો ઉડયાની - તારો તૂટયાની ફરીયાદો છે, તે અંગે કાર્યવાહી થઇ રહી છે, અને રીપેરીંગ કામમાં હજુ ૩ દિ' દોડધામ રહેશે. રાજકોટની વાત કરીએ તો ગઇકાલે રાત્રે ૮ થી ૯ વચ્ચે ૩૪ ફીડરો બંધ થઇ ગયા હતા, તે તમામ કાર્યાન્વીત કરાયા હતાં, ર૦ ટકા રાજકોટમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી, આ પછી ૧ થી ૧ાા વચ્ચે રાત્રે ફરી અનેક વિસ્તારોમાં લાઇટો ચાલી ગઇ હતી, જો કે ૧૦ મીનીટમાં આ પુરવઠો ફરી શરૂ થઇ ગયો હતો.

(11:17 am IST)