News of Monday, 17th May 2021
અમરેલીના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં તોળાતો ખતરો : જાફરાબાદ, રાજુલા સહિત સમગ્ર જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો
વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહયું છે ત્યારે અમરેલીના દરિયાઇ પટ્ટી વિસ્તારમાં પણ સૌથી મોટો ખતરો તોળાઇ રહયો છે. જાફરાબાદ, રાજુલા સહિત સમગ્ર જીલ્લામાં પણ હવે વાતાવરણ પલ્ટાયું છે. વ્હેલી સવારથી ભારે પવન ફુંકાઇ રહયો છે અને છુટોછવાયો વરસાદ પણ પડી રહયો છે. અને જાફરાબાદના દરિયામાં પણ કરંટ જોવા મળી રહયો છે. જો કે હજુ દરિયો તોફાની નથી બન્યો પરંતુ બપોર બાદ દરિયામાં તોફાની મોજા ઉછળતા જોવા મળી શકે છે.
(11:19 am IST)