સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

જાડેજાએ ખંભાળિયા તાલુકાના દાત્રાણા, વડત્રા અને ભરાણા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

દેવભૂમી દ્વારકા તા.૧૭ : અન્ન નાગરિક અને પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના દાત્રાણા, વડત્રા અને ભરાણા ગામની મારૂ ગામ, કોરોનામુકત ગામ અંતર્ગત જાત મુલાકાત લીધી હતી.

આ તકે મારૂ ગામ, કોરોનામુકત ગામ અભિયાન અંતર્ગત તમામ ગામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખીમભાઇ જોગલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, ભાજપ આગેવાનશ્રી પી.એસ.જાડેજાએ પ્રાશંગીક પ્રવચનો આપ્યા હતા.

રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, કોરનાની લહેર વિરાટ સ્વરૂપ લઇને આવી છે ત્યારે તમામ ગામના લોકોએ સાવચેતી રાજવી જરૂરી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાથી ગામડાઓને બચાવવા શ્નમારૃં ગામ, કોરોના મુકત ગામલૃમહાઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન માત્ર પ્રયાસ નથી મહા-જનઅભિયાન છે. જેમાં જનશકિતના સહયોગથી કોરોનાને જડમૂળથી સમાપ્ત કરવા દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી સામે આખુ વિશ્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ એમાથી બાકત નથી. આ સમયે ગુજરાત રાજયમાં છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના કેસોમાં દ્યટાડો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ, રાત-દિવસ ખડે-પગે કામ કરતા ડોકટર-નર્સ અને વહિવટી તંત્ર તથા  અન્ય વિભાગો સાથે પ્રજાના સહયોગના કારણે કોરોના ના કેસો દ્યટી રહ્યા છે. રાજય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર કોરોના સંદર્ભે સારી સારવાર આપી કઈ રીતે વધુમાં વધુ દર્દીઓને રિકવર કરી શકાય તે દિશામાં કામ કરી  શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાત્રાણા ગામની વસ્તી ૩૭૦૦ જેટલી છે જયા ૧૦ બેડ, વડત્રા ગામની વસ્તી ૧૦ હજાર જેટલી છે જયા ૮ બેડ અને ભરાણા ગામની ૬ હજાર જેટલી વસ્તી છે જયા ૮ બેડની કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે અને વધુ જરૂર પડીયે બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

આ પ્રસંગે ભાજપ આગેવાનશ્રી શૈલેશભાઇ કણઝારીયા, મેરામણભાઇ ભાટુ, વી.ડી.મોરી આરોગ્ય અધિકારીશ્રી જેઠવા, ખંભાળીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગામના આગેવાનો ઉપસ્તિ રહયા હતા.

(11:36 am IST)