સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડમાં બિયારણ - દવા માટે ડેપોનો પ્રારંભ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૧૭ : વેરાવળ કાજલીના માર્કેટીંગ યાર્ડમાં અખાત્રીજના ગુજેકામાસોલના ડેપાનો શુભારંભ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે કરાવ્યો હતો.

ચેરમેને જણાવ્યુ છે કે ખેડૂતોને ગુણવતાયુકત ખાતરો તેમજ સારી કંપનીઓ અને જંતુનાશક દવાઓ તેમજ કવોલીફાઇડ બિયારણો એક જ જગ્યાએ મળી રહે તે શુભ આશયથી આ ગુજરાતની ટોપની સહકારી સંસ્થા ગુજકોમસોનો ડેપાનો શુભારંભ કરેલ છે.

વેપારીની દુકાનોની સામે પતરા નાખવામાં આવેલ છે જેથી માલનો બગાડ ન થાય અને મોટા ડોમ બનાવેલ છે જેથી વેપારીઓનો માલસામાન સારી રીતે સાચવી શકાય આમ યાર્ડની અંદર ખેડૂતો અને વેપારીઓને પુરતી સુવિધા વ્યાજબી ભાવો મળી શકે તેનું પુરતુ ધ્યાન રાખે છે.

(11:38 am IST)