સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

માલપરામાં કોરોના સામે સાવચેતી

 પ્રભાસપાટણ : કોરોના મહામારીએ દેશ અને દુનિયામાં આતંક મચાવ્યો છે ત્યારે મારુગામ કોરોના મુકત ગામના આશયથી વેરાવળ તાલુકાના ભાલપરા ગામમાં જંનસેવા-રેયોનના માધ્યમથી ગામજંનોમા રોગપ્રતિકાર શકિત વધે તેનાં લીધે હોમીયોપેથીક દવા,કપુર-લવીગ-અજમાની પોટલી,તાલુકા પંચાયત-વેરાવળના માધ્યમથી કાવો,વેકસીનકરણ વિશે ચાચી સમજણ આ બધાં કામો ગીર-સોમનાથ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીના પ્રતિનિધિશ્રી સરપંચ વિક્રમભાઈ પટાટ,તાલુકા પંચાયતના સદસ્ય ભગવાનભાઈ ઝાલા,ભાલપરા ગામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધયક્ષદેવાભાઈ બામણીયા,પુર્વ ચેરમેન નારણભાઈ બામણીયા સામાજિક કાર્યકર વિનયભાઈ રાઠોડ,આરોગ્ય શાખાના કર્મચારી નયનાબેન,આંગણવાડી-આશાવર્કર બહેનો,ઉજીબેન,ઈનદુબેન સવિતાબેન,ગીતાબેન,ભાનુબેન,જયાબેન,આ બધા પદઅધિકારી,કર્મચારીઓ સાથે મળીને ગામમાં કોરોના કહેર કેમ ઓછો થાય અને ગામનો એકપણ વ્યકિત કોરોના લીધે ગુમાવવો ના પડે તેના લીધે ગામના ઘરે ઘરે જઈને ચાચી સમજણ આપી.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:38 am IST)