સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ઉપલેટા નગર પ્રમુખ સુવાની આંગડિયા પેઢીમાંથી બે કરોડ ૪૫ લાખની ઉચાપત

પેઢીના મેનેજર સહિત છ વ્યકિત સામે પોલીસમાં ફરિયાદ

ઉપલેટા, તા.૧૭: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની બેનંબરી રૂપિયાની લેતીદેતી નો મોટો વહીવટ જુદી જુદી આંગડિયા પેઢીમાં થાય છે એક એક આંગડીયા પેઢીનો દરરોજ કરોડો રૂપિયાનું ટર્નઓવર હોય છે ત્યારે તેમાં ખોટું થવાના બનાવો પણ બનતા હોય છે.

આવો જ એક બનાવ ઉપલેટામાં આવેલ એમકે આંગડિયા પેઢીમાં બનેલ છે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુર ગોવિંદભાઈ સુવાની એમકે આંગડિયા પેઢી કટલેરી બજાર માં આવેલ એક શોપિંગ સેન્ટરમાં હતી જેનું સંચાલન પ્રતિપાલસિંહ સજુ ભા જાડેજા નામનો રજપૂત યુવાને કરતો હતો આ પેઢીના સંચાલક પ્રતિપાલસિંહ સજુ ભા જાડેજા ભાવેશ વિષ્ણુ સુથાર એસ.કે જૈન અર્જુન કિશોરભાઈ ગોહિલ તેજપાલ સિંહ જાડેજા બીપી હિતેશભાઈ ઉર્ફે લોગી ઉપલેટા વાળાએ આંગડિયા પેઢીમાં પૈસા મોકલવામાં આવેલ વેપારી ન પૈસા જે તે જગ્યાએ પહોંચાડેલ ના હોય આ અંગે આંગડિયા પેઢીના માલિક મયુરભાઈ ગોવિંદભાઈ સુવા એ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં છ વ્યકિત સામે રૂપિયા બે કરોડ ૨૦૪૫૩૯૯૦ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ ત્ત્ત્ત્ જાડેજાએ તપાસ હાથ ધરેલ છે આ બનાવમાં તપાસ દરમિયાન હજુ પણ વધુ રકમની ઉચાપત થયેલ હોવાનું બહાર આવવાની શકયતા જણાઈ રહી છે.

(11:40 am IST)