માણાવદર તાબેના વેળવા ગામે વાડી વિસ્તારમાં જુગાર ઝડપાયો
માણાવદરઃ નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવીની સુચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના કરતા માણાવદર સબ ઇન્સ. એસ.એન. સગારકા બ્રીફીંગ આપતા કોન્સ. વિપુલભાઇ રમેશભાઇ ગોહિનાઓને હકિકત મળેલ કે માણાવદર તાબેના વેળવા ગામે રહેતો સુખા નાથાભાઇ ડાંગર ખેતરની વાડીની ઓરડીએ બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોય ત્યાં રેઇડ કરવા આ અગાઉ નાયબ પોલીસ અધિક્ષક કેશોદ વિભાગ કેશોદનાઓ પાસેથી વોરંટ મેળવેલ હોય (૧) રોકડા રૂપિયા ૧૪,૦૦૦/- (ર) મો. ફોન નંગ-પ જેની કિં. રૂ. ૧ર,પ૦૦/- તથા (૩) મો.સા. નંગ-૦૧ જેની કિ. રૂ. ૧૦,૦૦૦/- (૪) નાલના રૂ. ૮પ૦ સહિત એમ મળી કુલ કિ. રૂ. ૩૦,૩પ૦/-નો મુદામાલ સાથે (૧) સુખાભાઇ નાથાભાઇ ડાંગર જાતે આહિર ઉ.વ. ૪પ કર) વિક્રમભાઇ દેવાભાઇ મકવાણા જાતે અનુ.જાતી ઉ.વ. ૩૩ (૩) ભીખુભાઇ નાનજીભાઇ શોભાશણા જાતે પટેલ ઉ.વ. ૬પ (૪) મનોજભાઇ ગોવિંદભાઇ ધ્રાંગા જાતે આહિર ઉ.વ. પર (પ) વિનોદભાઇ પરસોતમભાઇ વિરોજા જાતે પટેલ ઉ.વ. ૪પ (૬) ભરતભાઇ નાથાભાઇ મકવાણા જાતે અનુ. જાતી ઉ.વ. ૩૪ ને ઝડપી લીધા હતા. એ.એસ.આઇ. ડી. એચ. કોડિયાતર તથા પો. કોન્સ. શૈલેષભાઇ લખમણભાઇ કરશ્રંગીયા તથા પો. કોન્સ. રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક તથા પો. કોન્સ. વિપુલભાઇ રમેશભાઇ ગોહિલ તથા પો.કોન્સ. રવિભાઇ ખિમાભાઇ ધુળાનાઓએ સાથે મળીને કામગીરી કરેલ હતી.