સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકાના ૩૪ ગામોના આશરે ૨૦૦૦ લોકોને અસર થવાની શકયતા

જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં તકેદારીના પગલા

રાજકોટ, તા.૧૭:  સંભવિત 'તૌકતે' વાવાઝોડાથી સંભવિત અસર પામે તેવા રાજકોટ જિલ્લાના ગોંડલ જેતપુર ધોરાજી અને ઉપલેટા તાલુકાના ૩૪ ગામો ના આશરે ૨૦૦૦ થી વધુ લોકોને અસર થવાની શકયતાને પગલે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને જણાવ્યું છે.

ગોંડલ તાલુકાના ૮ ગામો પાટીયાળ,હડમતાળા,ખંભાલીડા, મસીતાળા, કોટડા, પાચીયાવદર,  નવાગામ તેમજ લીલાખા જયારે જેતપુરનું શહેરી વિસ્તાર,ધોરાજીના સુપેડી, ભોળા, છાડવાવદર, ભોલગામડા, ધોરાજી શહેરમાં ભોળા પાટીયા પાસેનો વિસ્તાર તેમજ ઉપલેટાના ડુમિયાણી, ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, તલગણા,ભીમોરા,ઇસરા,ગાધા લીલાખા,વરજાંગ જાળીયા, ગધેથડ, નાગવદર, મેખાટીંબી, ખાખીજાળીયા, ગઢાળા સહિત ૧૮ ગામોની આશરે બે હજારથી વધુની વસ્તીને સંભવિત અસર થવાની શકયતા હોય સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે.

(1:51 pm IST)