સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

મોરબીમાં કોરોનાની મુકિત માટે હવન

 મોરબી : સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેસંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસ સ્વામી, નીલકંઠ સ્વામી , હરિકેશવ સ્વામી, હરિવત્સલસ્વામી વગેરે સંતોએ કોરોના ગ્રસ્તો માટે પ્રાર્થના કરી કહ્યું કે ઙ્ક ઓ દેવાધિદેવ , હવે હાઉ કરો એવી અમે દુઆ માંગીએ છીએ.કોરોના ગ્રસ્ત દર્દીઓને માટે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને તેની શાખાઓ દ્વારા અપાય રહેલી દવાઓ ઉપરાંત સંતોએ દુઆ પણ કરી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર પરશુરામ જયંતિ અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન અને તેની વિશ્વભરની શાખાઓમાં ૨૫૦ ઉપરાંત સંતોએ વિશ્વની સુખાકારી અર્થે પૃથ્વી પરથી કોરોના મહામારીનુ વહેલી તકે નિવારણ થાય , મૃત્યુ પામેલા સ્વજનોનું શ્રેય થાય, હાલ કોરોના ગ્રસ્ત સત્વરે સ્વસ્થ થાય એવી શુભ ભાવના સાથે યજ્ઞશાળામાં હોમ હવન કર્યો હતો.યજ્ઞશાળામાં ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત દેશ-વિદેશની વિવિધ ગુરુકુળ આશ્રમોમાં ૨૫૦ ઉપરાંત સંતોએ વિશ્વશાંતિ યજ્ઞના મંત્રોચાર , ભકત ચિંતામણી ગ્રંથના શાંતિપાઠના પ્રકરણોનું ગાન તેમજ જનમંગલ અને વૈદિક પુરુષસૂકત્ત્।ના મંત્રો દ્વારા યજ્ઞ નારાયણને આહુતિઓ અપાયેલ. હવન યોજાયો તે તસ્વીર.

(1:16 pm IST)