સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

વાવાઝોડાનો કરંટઃ સાયલા-વઢવાણમાં ૧ ઇંચ વરસાદ

સુરેન્દ્રનગર જીલ્લાના રણમાંથી ૫ હજાર અગરીયાઓનું સ્થળાંતર : એનડીઆરએફની ટીમનું આગમન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૭: સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની અસરના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવવા પામ્યો છે ત્યારે વાવાઝોડુ ગુજરાત તરફ નજીક આવતું રહ્યું છે ત્યારે તેની અસર સુરેન્દ્રનગરમાં હાલમાં સર્જાઈ જવા પામી છે કાલે રાતથી ધોધમાર વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ થઇ જવા પામ્યો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના વ્યાપક પાકોને નુકશાન થવા પામ્યું છે ખાસ કરી સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા ૧૮ હજાર હેકટરમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું તે હાલમાં નષ્ટ થઇ જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગરના વઢવાણ અને સાયલા પંથકમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકયો છે કયારે જાહેર રોડ રસ્તા ઉપર પણ હાલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે વાવાઝોડાએ સુરેન્દ્રનગરમાં તારાજી સર્જી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમ ઉભો કરી દેવામાં આવ્યા છે. અને જિલ્લાની જનતાને કોઈ પણ જાતની પારાવાર મુશ્કેલી ન પડે તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્રએ હાથ ધર્યા છે સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકાર સાથે ઓનલાઇન બેઠક પણ યોજવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં હાલ વાવાઝોડાની અસર જાય છે જેને લઇને સુરેન્દ્રનગરમાં રણ વિસ્તારમાં વસવાટ કરતા ૫૦૦૦ અગરિયાઓને અને સલામત સ્થળે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા ખસેડવામાં આવ્યા છે ત્યારે બે દિવસ માટે સુરેન્દ્રનગરના હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે અચાનક વાતાવરણમાં પલટો આવવા પામ્યો છે ભારે પવન સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે ત્યારે આગળ આવવાની સલામતીના પગલે ૫૦૦૦ અગરિયાઓનું રણમાંથી હાલમાં સ્થળાંતર કરી અને ગામ તરફ લાવી દેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત જગ્યાએ રાખી દેવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં સતત બીજા વર્ષે પણ વરસાદ વરસવા પામ્યું છે.જેને લઈને બીજા વર્ષે પણ ઉનાળુ પાકને નુકસાન થવા પામ્યું છે ખેડૂતોના ઉભા પાકો બળી જવા પામ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ પંથકમાં સૌથી વધુ વરસાદ ૨૮ મીમી જેટલો નોંધાવા પામ્યો છે બીજી તરફ સાયલામાં પણ ૨૬જ્રાક જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે મૂડીમાં ૮ મીમી અને ચોટીલામાં ૧૨ મીમી જેટલો વરસાદ ખાબકયો છે.જેને લઈને ખેડૂતોના ઉભા પાકો બળી જવા પામ્યા છે ખાસ કરી તલના પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે બાજરી લીલો ચારો શાકભાજી અને તલના પાકને નુકસાન થતાં ખેડૂતોને બીજા વર્ષે પણ પડયા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

(1:17 pm IST)