સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

પોરબંદર જિલ્લામાં ૧૬ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયાઃ જયેશભાઇ રાદડિયા

દરિયા કાંઠે સંભવિત વાવાઝોડા સામે તકેદારી પગલા લેવા અંગે સમીક્ષા કરતા કેબીનેટ મંત્રી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : દરિયાકાંઠે સંભવિત વાવાઝોડા સામે તકેદારીના પગલા અને સુરક્ષા સંબંધે સમીક્ષા કરવાકેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા પોરબંદર કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા તેમણે જણાવેલ કે દરિયાકાંઠે નીચાણવાળા વિસ્તારમાંં ૧૬ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાંં આવ્યા છે.

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે સ્થળાંતર કરેેલ ૧૬૦૦૦ થી વધુ લોકોની ભોજન સહિતની વ્યવસ્થા કરાય છે. શહેરમાં ૩૦૦ થી વધુ જાહેરબખરના હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે. ઉપરાંત રસ્તામાં મહાકાય વૃક્ષો ઉપરથી  જરૂર મુજબ તાકીદની ટ્રીપીંગ ગ કરવામાં આવેલ છે

રરપ૭ થી વધુ બોટો પરત બોલાવી કાંઠે સલામત રાખેલ છે. જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓને પણ સાબદા રહેવા સુચના અપાઇ છે. જિલ્લામાં તબકકાવાર કુલ રપ હજાર લોકોનું સ્થળાંતર કરાશ.ે

(4:46 pm IST)