સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

ઉના - દીવમાં વાવાઝોડાની અસર શરૂ : દરિયામાં ઊછળતાં મોજાં : ધૂળની ડમરી : અમરેલી જિલ્લામાં વરસાદ : રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા

રાજકોટ તા ૧૭, સૌરાષ્ટ્ર તરફ ધીમે ધીમે વાવાઝોડું ગતિ કરી રહ્યું છે અને તેના કરંટ રૂપે ભારે પવન અને વરસાદ પણ અમુક વિસ્તારોમાં શરૂ થયો છે.

      ઉના - દીવમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે દરિયામાં ઊછળતાં મોજાંથી ભયનો માહોલ ફેલાયો છે ધૂળની ડમરી ઉડી રહી છે. અમરેલી જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલામા અડધો ઈંચ , ખાંભા અને જાફરાબાદમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

         રાજકોટ શહેરમાં પણ સાંજે ચાર વાગ્યા આસપાસ વાદળછાયુ વાતાવરણ છવાયુ છે અને પવન ફૂંકાઇ રહ્યો છે.

(4:55 pm IST)