સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

મોરબી : વાવાઝોડાના પગલે બિલ્ડરો સાથે મીટીંગ કરી બાંધકામ સાઇટો માટે સૂચના જારી કરાઈ

સીટી પીઆઇ સોનારાએ બિલ્ડરોને તકેદારીના પગલાં લેવા જરૂરી સૂચના આપી : બાંધકામ સાઈટ પર આવનારી સંભવિત આફતોમાં મદદ મેળવવા બિલ્ડર એસો.ને જાહેર કર્યા મોબાઈલ નંબરો

મોરબી: સંભવિત વાવાઝોડાને લઈને મોરબી સીટી પોલીસ ઇન્સ્પેકટર સોનારાએ મોરબી શહેરમાં બાંધકામ સાઈટ પર કામ ચાલતું હોય એવા બિલ્ડરો સાથે મીટીંગ યોજી તકેદારીના તમામ પગલાં લેવા સૂચના જારી કરી છે. સાથોસાથ કુદરતી આફત સામે કોઈ મુશ્કેલી સર્જાય તો મદદ માટે બિલ્ડર એસો. દ્વારા મોબાઈલ નંબર જાહેર કરાયા છે.

મોરબીમાં હવામાન ખાતાની વાવાઝોડાની આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ સોનારાએ બિલ્ડરો સાથે મીટીંગ યોજી દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે કે, પોતાની ચાલતી બાંધકામ સાઈટ પરના મજુરોને સલામત સ્થળે રાખવાની ત્વરિત વ્યવસ્થા કરવી. સાઈટ પરના મસમોટા હોડીંગ તાત્કાલિક ઊતારી લેવા.સાઈટ પરના પતરા, ત્રાપા, ટેકા જેવા સામાન કે જેનાથી નુકસાન થાય તેવો સામાન ઊડે નહી તેની તકેદારી રાખવી. વહીવટી તંત્રની જરૂર જણાય ત્યાં સબંઘીત અધિકારીનો સંપર્ક કરવો. જેના પગલે બિલ્ડર એસોસિયેશન દ્વારા કોઈ બિલ્ડરો દ્વારા સલામત સ્થળની વ્યવસ્થા ન હોય તો નીચેના નંબરો પર કોન્ટેકટ કરવા એક યાદીમાં જણાવાયું છે. ભરતભાઈ બોપલીયા (9825141569), ભાવેશભાઇ કંઝારીયા (8000088880), રુચિરભાઈ કારીયા (9368011111)

(6:24 pm IST)