સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

વાવાઝોડા પૂર્વે કચ્છમાં તંત્ર સતર્ક: ૪૨૦૨ અગરીયા અને ૨૮૯૨ માછીમારોને સ્થળાંતરીત કરાયા - તમામ ૫૨૨ બોટ કિનારે

ભુજ : અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન તોક્તે સક્રિય છે. ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયકલોન સ્ટ્રોમના પગલે કચ્છ જિલ્લામાં સંભવિત અસરોને રોકવા સમગ્ર તંત્ર સજજ છે.

પશુના જાનમાલ સહિત જિલ્લાના અગરીયા અને માછીમારોને હાલે સલામત જગ્યાએ સ્થળાંતરીત કરાયા છે જે પૈકી કચ્છમાં ૪૨૦૨ અગરીયા અને ૨૮૯૨ માછીમારોને કાંઠાળ વિસ્તારોમાંથી સલામત જગ્યાએ સ્થળાંતરીત કરાયા છે.
જયારે દરીયામાં ગયેલા પ૨૨ બોટ સાથે ૨૬૧૦ માછીમારો પણ સલામત રીતે પરત બોલાવી લેવાય છે.
તાલુકાવાર જોઇએ તો અબડાસામાં ૧૨૦ અગરીયા અને ૧૨૦૦ માછીમારો, માંડવીમાં ૧૪ અગરીયા અને ૧૨૭ માછીમાર, ગાંધીધામમાં ૭૬૫ અગરીયા, ભચાઉમાં ૧૯૯૫ અગરીયાને તેમજ અંજારના ૮૬૦ અગરીયા અને ૨૩૫ માછીમારો, મુન્દ્રાના ૧૨૩ અગરીયા અને ૧૩૩૦ માછીમારોને તેમજ ભુજના ૧૦૨૫ અગરીયા થઇને કુલ ૪૨૦૨ અગરીયા અને ૨૮૯૨ માછીમારોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે એવું ડીઝાસ્ટર શાખા દ્વારા જણાવાયું છે.

(8:21 pm IST)