ધારી સીવીલ હોસ્પિટલમાં ફિઝીયોથેરાપીસ્ટ ડોકટરની નિમણૂંક
નવા મહિલા તબીબનું પુષ્પહાર અને સોલ ઓઢાડી આગેવાનો દ્વારા સ્વાગત
ધારી સીવીલ હોસ્પિટલમાં લાંબા અંતરાળ બાદ નવા ફિઝીયોથેરાપીસ્ટ ડોકટરની નિમણૂંક કરવામાં આવી છે ધારાસભ્યની જહેમત અને મહેનત બાદ નવા મહિલા તબીબે ચાર્જ સંભાળતા ગામના આગેવાનો દ્વારા ફિઝીયોથેરાપીસ્ટનું પુષ્પહાર કરી સોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું
ધારી સીવીલ હોસ્પિટલમાં નવા ફ્રેશ નિમણૂંક પામેલા ફિઝીયોથેરાપીસ્ટ મહિલા ડોકટર હિમાલી ગોસાઈ ભાવનગર મેડીકલ કોલેજમાં ફિઝીયોથેરાપીસ્ટ થયા છે અને અમદાવાદ સીવીલ ખાતે ઈન્ટરસીપ પુર્ણ કરતા જ તેમની ધારી સીવીલ હોસ્પિટલમાં નિમણૂંક કરવામાં આવી છે તેમની નિમણૂંક માટે અને ગામને એક નિઃશુલ્ક સેવા પ્રાપ્ત થાય માટે ધારાસભ્ય જે વી કાકડીયા દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા
નવા ડિરેક્ટરે ચાર્જ સંભાળતા જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તથા બજરંગ ગૃપ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, સાધુસમાજ પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈ, દુર્ગેશભાઈ ઢોલરીયા, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, ભરતભાઈ મકવાણા, ચેતનભાઈ ધુળકોટીયા તેમજ દવાખાનાના સ્ટાફના ડો. એસ જે બસીયા, ડો મોરી, કાઉન્સિલ શિલ્પાબેન ચાવડા, એક્સરે ટેકનીશયન આર એન ભૂવા, ફારમસીસ્ટ દુષ્યન્તભાઈ નિમાવર, બ્રધર્સ જયભાઈ મકવાણાએ અવકારાયા હતા