સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

કેશોદ શહેરમાં ૫૫૧ યુવાનોએ ત્રિશૂળ દિક્ષા ગ્રહણ કરી હિન્‍દુ હિતની રક્ષા કરવાના સોગંધ લીધા

કેશોદ વિશ્વ હિન્‍દ પરિષદ અને બજરંગદળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્‍યો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૭: વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કેશોદ શહેરના ૫૫૧ યુવાનોને ત્રિશૂળ દિક્ષા આપવાનો કાર્યક્રમ સંતો મહંતો અને પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં યોજવામાં આવ્‍યો હતો. રામમંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે ત્‍યારથી દર શનિવારે વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્‍તારોમાં આવેલા ધાર્મિક સ્‍થળો પર જઈને હનુમાન ચાલીસા પાઠનો સત્‍સંગ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્‍યારે જુદા જુદા વિસ્‍તારોમાંથી યુવાનો વિશ્વ હિન્‍દુ પરિષદનાં જોડાઈ રહ્યાં છે ત્‍યારે યોજાયેલા ત્રિશૂળ દિક્ષા કાર્યક્રમ માં બહોળી સંખ્‍યામાં યુવાનો હાજર રહ્યા હતાં અને ત્રિશૂળ દિક્ષા ગ્રહણ કરી હિન્‍દુ હિતની રક્ષા કરવાનાં સોગંધ લીધા હતા. કેશોદ વિશ્વ હિન્‍દુ પરિષદ નાં મેહુલભાઈ ગોંડલીયા પ્રમુખ વિશાલભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા, રાજુભાઈ બોદર, વિશાલભાઈ ભટ્ટ, નિખિલ ભાઈ ઠાકર, પિયુષભાઈ કરમટા, મહેશભાઈ પાનસુરીયા સહિતના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેશોદ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ત્રિશૂળ દિક્ષા કાર્યક્રમ પુર્ણ થયા બાદ ડીજેનાં તાલે શહેરના મુખ્‍ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણમાં જય શ્રી રામનો નારો ગુંજી ઉઠ્‍યો હતો.

(1:16 pm IST)