સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

નરેન્દ્રભાઇના જન્મદિન નિમિત્તે શ્રી સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા મહાપૂજા

વડાપ્રધાને જયાં વિરાટ સભા સંબોધી હતી તેનુ નામ 'મોદી મેદાન' તરીકે આજેય ઓળખ

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા.૧૭: વિશ્વ પ્રસિધ્ધ-ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિવસ ટ્રસ્ટી જન્મદિવસ પરંપરા મુજબ ટ્રસ્ટ મહાપૂજા યોજી હતી.

હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે સોમનાથ વિસ્તારને અગણિત ભેટો-લોર્કાપણ આપ્યા છે.

ગીર-સોમનાથ જીલ્લો રચવાનું શ્રેય તેઓને ફાળે જાય છે.

સોમનાથ પોલિસ સ્ટેશન - નવાં પોલિસ કર્વાટર -સોમનાથ મંદિર માટે શહિદ થનાર પ્રતિમા લોર્કાપણ સોમનાથ હરિહર વન, સોમનાથ સુર્વણ કળશ મહોત્સવ-સાગર ખેડુ સંમેલન એવા અનેક લોર્કાપણ- સમારોહ તેના મુખ્યમંત્રી કાળ દરમ્યાન યોજાયા છે.

સોમનાથ ટ્રસ્ટની માલિકીના બાયપાસ પાસે આવેલ મેદાનમાં તેના મુખ્યમંત્રી કાળ દરમ્યાન સદભાવના સંમેલન યોજાયુ હતું.

બસ ત્યારથી જ આ મેદાનને લોકો સદભાવના મેદાન અને તળપદી લોકભાષામાં સમજી શકે તે માટે 'મોદી' મેદાન તરીકે હવે કાયમ માટે ઓળખાય છે.

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની વાર્ષિક બેઠક વડાપ્રધાનના નિવાસ અગર દિલ્હી ખાતે યોજાતી રહે છે.

સોમનાથ-અયોધ્યા રથયાત્રાની સોમનાથથી અયોધ્યા સુધીની સંચાલન નરેન્દ્રભાઇ મોદીએ એટલું સુપેરે બજાવ્યું કે પક્ષે તેની ક્ષમતા ઓળખી.

(12:02 pm IST)